Rajkot News: રાજકોટમાં અડધી કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. એક ઇંચ વરસાદથી કેટલાક રોડ પર પાણી ભરાયા હતા. ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પાણી ભરાયા હતા. પાણી ભરાવાના વીડિયો પણ સામે આવ્યા છે. રાજકોટમાં વરસાદ આવતાની સાથે જ નાળા ભરાવવાના શરૂ થઈ ગયા છે. વરસાદ આવતા પોપટ પરાનું નાળું ભરાઈ ગયું હતું. પોપટ પરાનું નાળું દર વર્ષે વરસાદથી ભરાઈ જાય છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.