Home / Gujarat / Rajkot : Big news regarding Rajkot TRP Game Zone fire incident

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, આરોપીઓ વિરુદ્ધ સરકાર જશે સુપ્રીમ કોર્ટમાં

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, આરોપીઓ વિરુદ્ધ સરકાર જશે સુપ્રીમ કોર્ટમાં

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેસમાં જામીન મળેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં જશે. આ મામલે રાજકોટ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આરોપીઓના જામીન રદ થાય તે માટે પોલીસ કાર્યવાહી કરશે. ટૂંક સમયમાં મંજુરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. અગ્નિકાંડ કેસમાં ત્રણ આરોપીઓને જામીન મળ્યા છે. આરોપીઓને જામીન મળતાં પીડિત પરિવારોમાં પણ રોષ જોવા મળ્યો હતો. પરિવારે આરોપીઓના જામીન રદ કરવાની માંગ કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું હતો સમગ્ર મામલો?

ગુજરાત હાઈકોર્ટે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આરોપી એવાં ત્રણ સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કર્યા હતા. હાઈકોર્ટે ATP રાજેશ મકવાણા અને રાજકોટ મનપાના પૂર્વ ATP ગૌતમ જોષીના જામીન મંજૂર કર્યા હતા. જો કે, આરોપી મનસુખ સાગઠિયા, ઇલેશ ખેર, એન્જિનિયર જયદીપ ચૌધરી, જમીન માલિક આરોપી અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં કતલખાનું ચલાવનાર ભાજપના કાર્યકર્તા સહિત 2ની ધરપકડ

સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો. ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે પોલીસે ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત શખ્સો વિરુદ્ધમાં આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

મનસુખ સાગઠિયાએ કરોડોનો ભષ્ટ્રાચાર કર્યો હતો

અગ્નિકાંડના સાપરાધ મનુષ્યવધના ગુનાના આરોપી સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ ધનાભાઈ સાગઠિયા સામે ગત 10 વર્ષમાં 10.55 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારથી મેળવ્યાનો ગુનો નોંધાયા બાદ તેણે ભાઈના નામે ટ્વીનટાવરમાં ખરીદેલી ઓફિસમાં સર્ચ તપાસ કરવામાં આવી હતી, જ્યાં રૂપિયા 3 કરોડ રોકડ અને સોનાચાંદીના દાગીના સહિત 18 કરોડ મળી આવ્યા છે. આમ રૂ.28 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનું સામે આવ્યું હતું.

Related News

Icon