
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરમાં આવેલા સોમનાથ ગાર્ડનમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
યુવકે આત્મહત્યા કરી કે કોઈએ તેની હત્યા કરી?
જેતપુર શહેરના સોમનાથ ગાર્ડનમાં એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવકની ઓળખ થઈ છે, જે મુજબ આ મૃતદેહ બોરડી સમઢિયાળા ગામના 34 વર્ષીય યોગેશ દાદુભાઈ જાદવનો છે.
પોલીસે ઘટનાસ્થળે પંચનામું સહિતની કાર્યવાહી કરીને આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે આ યુવકે આત્મહત્યા કરી કે કોઈએ તેની હત્યા કરીને મૃતદેહને આ રીતે ફેંકી દીધો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.