Home / Gujarat / Rajkot : candidate's form cancelled as there is no toilet in Phuljar

Rajkot News: પાયખાના વગર પદ નહીં, વિંછીયાના ફૂલઝરમાં શૌચાલય ન હોવાથી ઉમેદવારનું ફોર્મ રદ, સામેનો ઉમેદવાર બિનહરિફ

Rajkot News: પાયખાના વગર પદ નહીં, વિંછીયાના ફૂલઝરમાં શૌચાલય ન હોવાથી ઉમેદવારનું ફોર્મ રદ, સામેનો ઉમેદવાર બિનહરિફ

વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ગ્રામ પંચાયતની જુદા-જુદા વોર્ડની સમગ્ર પેનલ અગાઉ જ બિનહરિફ થઈ હતી. પરંતુ ફુલઝર ગ્રામ પંચાયત સરપંચપદ માટે ચનાભાઈ કરશનભાઈ વાળોદરા તથા અમૃતભાઈ પુનાભાઈ પરમાર એમ કુલ બે ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. આ દરમિયાન ચનાભાઈએ ચૂંટણીના નિયમો મુજબ તેમના ઉમેદવારી ફોર્મ સાથે તેમના ઘરે શૌચાલય હોવાનું એકરારનામું રજૂ કર્યું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વાંધો રજૂ કરાયો

ચકાસણીના દિવસે ચૂંટણી તંત્રમાં વાંધો રજૂ કરી જણાવાયું હતું કે ચનાભાઈએ ખોટું એકરારનામું રજૂ કર્યું છે. ખરેખર તેમના ઘરે શૌચાલય નથી.આ ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીએ તલાટી મંત્રી દ્વારા તપાસ કરતા તેમના ઘરે શૌચાલય ન હોવાનું ખુલતા તેમનું ફોર્મ રદ થયું હતું. જેને કારણે સરપંચપદે અમૃતભાઈ પરમાર બિનહરીફ થયા હતાં. આમ સરપંચ તથા સભ્યો ચૂંટણી પૂર્વે બિનહરીફ થતા ગ્રા.પં. સમરસ બની છે.

 

Related News

Icon