
રાજકોટ જિલ્લા પ્રમુખમાં ભાજપ મહિલા પ્રમુખ સોનલ વસાણી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભારત બોઘરા વચ્ચે તું તું મે મે થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રદેશ ઉપાધ્યક્ષ ભારત બોઘરાએ જિલ્લા ભાજપ પ્રમુખની વરણીના એક કાર્યક્રમમાં અપમાન કર્યુ હોવાનો મહિલા અધ્યક્ષ સોનલ વસાણીએ આક્ષેપ લગાવ્યો હતો. આ અપમાનને લઈને ભરત બોઘરા અને સોનલ વસાણી વચ્ચે તું તું મે મે થઈ હતી. મહિલા અધ્યક્ષે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને આ બાબતની રજૂઆત કરી હતી. જેના જવાબમાં પાટીલે કહ્યું, "હું માત્ર આઠ દિવસ છું, તમારે જે કરવું હોય તે કરો"