
Rajkot News: ગુજરાતમાંથી અવારનવાર ઠેક ઠેકાણેથી જુગારધામ ઝડપાય છે એવામાં રાજકોટમાંથી એક જુગારધામ ઝડપાયું છે જેમાં 6 લોકોને પોલીસે ઝડપી લીધા છે. રાજકોટના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે તાલુકા પોલીસે રેડ કરી જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. સહકારી મંડળીના પ્રમુખ, સભ્ય, મંત્રી સહિત 6 વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા હતા.
ઝાંઝમેર ગામના સનાળા રોડ પર સિમ વિસ્તારમાં વાડીમાં ચાલતા જુગારધામ પર ધોરાજી તાલુકા પોલીસે રેડ કરીને છ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં સહકારી મંડળીના પ્રમુખ અનોપસિંહ ઉર્ફ અનિલ ચુડાસમા જુગાર રમતા ઝડપાયા હોવાની માહિતીઓ સામે આવી છે.
જુગારની રેડમાં ધોરાજી તાલુકા પોલીસ દ્વારા પોલીસે 33 હજારના મુદામાલ સાથે છ વ્યક્તિઓને ઝડપ્યા છે. તેમજ તમામની સામે ધોરાજી તાલુકા પોલીસ દ્વારા જુગારધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
(1) સૂર્યકાન્તભાઈ ઉર્ફ સુરેશભાઈ વાછાણી, ઝાંઝમેર
(2) કૃષ્ણકાંત ઉર્ફ કેતનભાઈ પાદરીયા, ઝાંઝમેર
(3)અનોપસિંહ ઉર્ફ અનિલભાઈ ચુડાસમા (ઝાંઝમેર સહકારી મંડળીના પ્રમુખ)
(4) દામજીભાઈ કાનજી ભાઈ ઘેટીયા, ઝાંઝમેર
(5) દામજીભાઇ રામજીભાઈ વાછાણી (સહકારી મંડળી સભ્ય ઝાંઝમેર)
(6) ધીરુભાઈ બાબુભાઇ આલોદરીયા (સહકારી મંડળીના મઁત્રી ઝાંઝમેર)