RAJKOT: ગુજરાતમાં દારુબંધી નામ માત્ર રહી ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. દારુબંધી કાગળ ઉપર રહી ગઈ હોય તેમ રાજકોટના બુટલેગરે નાની ગાડીમાં 375 બોટલો એવી રીતે છુપાવી હતી કે પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. બુટલેગરે ગાડીમાં જુદી જુદી જગ્યામાં દારુ છુપાવ્યો હતો.
બુટલેગરે કારની ટેલ-લાઇટ, પેટ્રોલ ટેન્ક, ગેર બોક્સ સહિતની જગ્યામાં દારૂ છુપાવ્યો હતો. પોલીસે કારની અટકાયત કરી તેની તપાસ કરતાં કારની અંદર અલગ અલગ જગ્યાએ છુપાવેલી દારૂની ૩૭૫ નાની બોટલ ઝડપી પાડી હતી. જણાવી દઈએ કે, બુટલેગરની દારૂની ખેપ મારવાની મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ આશ્ચર્યચકિત રહી ગઈ છે.
રાજકોટ બી ડિવિઝન પોલીસે બુટલેગર ધર્મેશ નાયકાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. બુટલેગર ધર્મેશ નાયકા મૂળ વલસાડનો હોવાનું સામે આવ્યું છે. એક જ ગાડીમાંથી દારુની 400 જેટલી દારુની બોટલ મળી આવતાં બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.