
રાજ્યમાં નકલી પોલીસ બાદ હવે નકલી ક્રિકેટ સિલેક્ટરનો મામલો સામે આવ્યો છે. મેઘલયમાં ક્રિકેટ એસોસિયેશનમાં સિલેક્ટર છું, તેમ કહી પ્રજ્ઞેશ બારહટ નામના વિદ્યાર્થીએ ગોંડલ મામલતદાર સહિત 5 વ્યક્તિઓ પાસેથી 90 હજાર રૂપિયા ખંખેર્યા છે. આરોપી પ્રજ્ઞેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે અને ફૂટબોલનો ખેલાડી છે.
હાલમાં માત્ર એર ટીકીટ ભાડું આપવાનું રહેશે
તમારા બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા મળશે, હાલમાં માત્ર એર ટીકીટ ભાડું આપવાનું રહેશે તેમ કહી 90 હજાર ઉઘરાવ્યા હતા.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેડમિન્ટન કોચ ચિંતન રાવલ અને વેપારી મેહુલ ધોળકિયાએ પોલીસ કમિશ્નરને આ વિશે ફરીયાદ કરી હતી.
પ્રજ્ઞેશે મેઘલય ક્રિકેટ એસોસિએશનના લેટર પેડ પર સિલેક્શન અંગેનું ફેક નોટિફિકેશન લેટર પણ મોકલ્યો હતો.મહેસાણામાં આ શખ્સે 40 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યો હોવાનો આક્ષેપ છે.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.