
ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે મોટા અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના પોલીસ કમિશનરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવાયું હોવાનું સામે આવ્યું છે.
લોકો પાસે રૂપિયાની કરાઈ માંગ
નકલી એકાઉન્ટ બનાવનાર શખ્સ દ્વારા અલગ અલગ લોકોને મેસેજ કરી નાણાની માંગણી કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનું ફેસબુકમાં અજાણ્યા શખ્સે નકલી એકાઉન્ટ બનાવ્યું છે.
સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવી
દરમિયાન પોલીસ કમિશનર દ્વારા આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવી છે અને તેથી આ નકલી એકાઉન્ટ બનાવનાર શખ્સને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.