Home / Gujarat / Rajkot : He committed a heinous crime by showing a disgusting video

રાજકોટ: માસૂમ જેને મામા કહેતી તે નરાધમે જ પીંખી નાખી, બિભત્સ વિડિયો દેખાડી આચર્યું કુકર્મ

રાજકોટ: માસૂમ જેને મામા કહેતી તે નરાધમે જ પીંખી નાખી, બિભત્સ વિડિયો દેખાડી આચર્યું કુકર્મ

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મના મામલે બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે.પોલીસે શ્રીનિવાસ યમગર નામના શખ્સની ધરપકડ કરી છે શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી બાળકી જેને મામા કહેતી હતી તે શખ્સે બાળકીને રૂમમાં પૂરી બીભત્સ વીડિયો બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના ગુપ્તાંગમાં દુખાવો ઉપડતાં તબીબી તપાસમાં નરાધમના પાપનો ભાંડાફોડ થયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બાળકી સાથે અવારનવાર કૃત્ય કર્યાનું પણ તપાસમાં ખુલ્યું 

આ શખ્સે બાળકી સાથે અવારનવાર કૃત્ય કર્યાનું પણ તપાસમાં ખુલ્યું હતું. શ્રીનિવાસ યમગર મંગેતર સાથે વાત કરવાના બહાને બાળકીના ઘરે જતો હતો. ત્રણ મહિનાથી નિયમિત જતો અને છાશવારે બાળકી સાથે અત્યાચાર ગુજારતો હતો.

આ પણ વાંચો:VIDEO: રાધનપુરમાં રિટાયર્ડ જેલરના ઘરમાં ફાયરિંગ અને તોડફોડ કરી 6 શખ્સો રફુચક્કર, લોકોમાં ભયનો માહોલ

ધોરણ 6માં અભ્યાસ કરતી ફૂલ જેવી બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

ધોરણ 6માં અભ્યાસ કરતી ફૂલ જેવી બાળકી સાથે શ્રીનિવાસે હેવાનિયત આચર્યાનો ભાંડાફોડ થતાં પોલીસે તેને ઝડપી લઇ પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે, તેની સગાઇ તૂટી ગઇ હતી પરંતુ આ વાત બાળકીના પરિવારજનોને કહી નહોતી અને મંગેતર સાથે વાતના બહાને બાળકીના ઘરે જઇ તેની સાથે બળજબરી કરતો હતો.


Icon