મેઘરાજાનું આ વર્ષે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકામાં સૌથી વધુ 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે જુનાગઢમાં 5 ઈંચ, વેરાવળમાં 4 ઈંચથી વધુ, તલાલામાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

