Home / Gujarat / Rajkot : Husband brutally murders wife housebreaking

રાજકોટમાં ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા, બાદમાં સામેથી જ ચાલ્યો પોલીસ શરણે

રાજકોટમાં ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા, બાદમાં સામેથી જ ચાલ્યો પોલીસ શરણે

રાજકોટમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે જેમાં એક પતિએ જ પત્નીની હત્યા કરી અને બાદમાં પોલીસ સરેન્ડર કર્યું છે. રાજકોટ જિલ્લામાં જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસના કારણે પતિએ ધોકા ફટકારી પત્નીની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. હત્યા કરનાર પતિ સામેથી જ પોલીસ શરણે થયો હતો. માતાની હત્યાથી બે સંતાન નોંધારા બન્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ બનાવ અંગે જેતપુર ઉદ્યોગ નગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ઘરી છે. મળતી વિગતો મુજબ જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતા ફિરોજ મામદને તેની પત્ની સબનમ સાથે અવાર નવાર નાની નાની બાબતોમાં ઘરકંકાસ થતો હતો. ગઈકાલે રાત્રે બાળકોને માર મારવા બાબતે સબનમને પતિએ ઠપકો આપ્યા બાદ દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બન્ને સુઈ ગયા અને બાદમાં મોડી રાતના નિંદ્રાધીન સબનમ ઉપર પતિ ફિરોઝે ધોકાથી હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ડોક્ટરે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ પોતાના ઘરે જ જીવન ટૂંકાવ્યું

પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફિરોઝ સામેથી જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો. બનાવ અંગેની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ મયંકસિંહ ઠાકોર સહિતનો સ્ટાફ બળદેવધાર વિસ્તારમાં ફિરોઝના ઘરે દોડી ગયો હતો. જ્યાં સબનમના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે પત્ની સબનમની હત્યા કરનાર પતિ ફિરોજની ધરપકડ કરી હતી. દંપતિ વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવતા સબનમની હત્યા થઈ હોય જેથી તેના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવની જાણ થતાં મૃતક સબનમના પરિવારજનો પણ જેતપુર દોડી આવ્યા હતા આરોપી પતી ફિરોજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related News

Icon