
રાજકોટમાં આવક વેરા વિભાગે આવક કરતા ત્રણ ગણી ખરીદી કરનારા 500થી વધુ લોકોને નોટીસ ફટકારી છે.વર્ષ 2019 અને 2020ના રિટર્નમાં દર્શાવેલી આવક કરતા ત્રણ ગણો ખર્ચ અને ખરીદી થઈ હોવાની બાબત આઈટી વિભાગને ધ્યાને આવી હતી.
આઈટ વિભાગ સતર્ક બન્યું
ખાસ કરીને સોનું, પ્રોપર્ટ અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદી ધ્યાને આવતા આઈટ વિભાગ સતર્ક બન્યું હતું. IT વિભાગે નોટીસ ફટકારી હતી.
આ પણ વાંચો: ભાણવડના બરડા ડુંગરમાં આંબલીના વૃક્ષ પર લટકતા બે માનવ કંકાલ મળી આવતા મચ્યો હડકંપ
રોકડના વ્યવહારો પણ આઈટી વિભાગને ધ્યાને આવ્યા
આ ખાતેદારોના સોની વેપારીઓ, બિલ્ડર્સ સાથે થયેલા રોકડના વ્યવહારો પણ આઈટી વિભાગને ધ્યાને આવ્યા છે.500થી વધુ લોકોને આવક કરતા ત્રણ ગણી ખરીદીને લઈને નોટીસ મળતા ફફડાટ ફેલાઈ ગયો છે.