
Rajkot News: ગુજરાતની વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમીના ગોપાલ ઈટાલિયાએ ભવ્ય જીત મેળવી હતી. પરંતુ વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલીયા દ્વારા સ્ટિંગ ઓપરેશનનો મામલે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લિલત વસોયા દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે.
આમ આદમી પાર્ટીના વિસાવદરના મહામંત્રી હરદેવ વીકમાંને રૂપિયા 2 લાખ આપ્યાનો કરાયો હતો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જને લઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના વકીલે ગોપાલ ઇટાલિયાને બદનક્ષીની નોટિસ ફટકારી છે. પુરાવા ન હોવા છતાં મીડિયામાં ખોટી બદનામી બદલ ગોપાલ ઇટાલિયાને રૂપિયા 10 કરોડ 7 દિવસમાં ચૂકવવા નોટિસ ફટકારી છે. ગોપાલ ઈટાલીયાએ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર શાયોના હોટેલમાં રૂપિયા 2 લાખ આપવાનો આરોપ લગાવ્યો હતો.
ગોપાલ ઈટાલિયાનો વળતો જવાબ
તો આ મામલે ગોપાલ ઈટાલિયાએ લલિત વસોયાને વળતો જવાબ આપ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ કહ્યું 'હું વકીલ છું,વકીલને નોટિસ આપી ડરાવવાનું કામ કરતા નહીં. કોંગ્રેસ ભાજપના ઇશારે ચાલી રહી છે. ભાજપના ઈશારે કોંગ્રેસના લલિત વસોયાએ નોટિસ આપી છે. કોંગ્રેસ ભાજપ બંને એક જ છે. હું જીતી ગયો તે ભાજપને પચતું નથી. ભાજપના નેતાને ખાવાનું ભાવતું નથી.