
રાજકોટના લોધિકા ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. લોધિકાના વિવાદિત મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીન કૌભાંડ થતા DDO દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જમીન કૌભાંડ મામલે લોધિકાના સરપંચ સસ્પેન્ડ
લોધિકાના સરપંચ સુધાબેન વસોયાને કલમ નંબર-57 (1) મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. DDO અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા સરપંચને જમીનમાં ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે લોધિકાના જૂના તેમજ નવા ગામતળમાં કૂલ 14 પ્લોટ ખુલ્લી હરાજી કર્યા વગર મળતિયાઓને વેચી દેવાના અને 13 પ્લોટના દસ્તાવેજ કરી દેવાની ઘટનામાં DDO આનંદ સુરેશ ગોવિંદે લોધિકાના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.