રાજકોટના વીરપુર ગોંડલ નેશનલ હાઇવે પર પેટ્રોલપંપ ઉપર યુવકને ઢોર માર મારતા સીસીટીવી વાયરલ થયા હતા. પોલીસે સીસીટીવીના આધારે યુવકને મારનાર ત્રણ શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. વીરપુર પાસેના ચરખડી પાટીયા પાસે આવેલ જય બાબારી પેટ્રોલ પંપની ઘટના હોવાનું સામે આવ્યું છે. જય બાબારી પેટ્રોલ પંપ રાજકોટ અગ્નિકાંડમાં સંડોવાયેલ એમ.ડી.સાગઠીયાનો હોવાની પણ ચર્ચા છે.