રાજકોટમાં ડેરીના વેપારીએ રામનવમીના પર્વે ઉજવણી કરવા મીઠાઈમાંથી રામ મંદિર બનાવ્યું છે. વેપારી કાજુના માવાની મીઠાઈમાંથી અયોધ્યા જેવા રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે. 32 કિલો કાજુમાંથી બનાવેલા આ મંદિરને રામનવમી સુધી મંદીર લોકોના દર્શન માટે મૂકવામાં આવશે. મીઠાઈમાંથી બનાવેલ આ મંદિરનું વેચાણ કરવામાં નહીં આવે. રામનવમીના દિવસે આ મીઠાઈ કોઈ મોટા મંદિરમાં પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવશે. વેપારીને કાજુના માવામાંથી આ મંદીર બનાવવા માટે 4 દિવસની મહેનત લાગી છે.