
Rajkot news: રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર અમિત ખૂંટ આપઘાત કેસમાં આજે વળી એક નવો વળાંક આવ્યો છે. જેમાં જેની પર હનિટ્રેપનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે તે સગીરાએ JMFC ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં આપ્યું નિવેદન આપી દીધું છે. જેમાં તેને એવું નિવેદન આપ્યું હતું કે મારી પર દુષ્કર્મ થયું છે જો કે પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે. સગીરા દ્વારા ગેરકાયદેસર અટકાયત સહિતની બાબતો અંગે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. સહઆરોપીએ કોર્ટમાં જણાવ્યું કે, જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા મારાં પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ કેસમાં અનિરુદ્ઘસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
વકીલ મારફતે સગીરાએ કોર્ટ સમક્ષ નિવેદન કર્યું હતું કે તેને ખોટી રીતે ફસાવી છે. જેથી સગીરાના વકીલે આ કેસમાં અલગ ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા તેમજ ગોંડલ ડિવિઝનના ડીવીએસપી કિશોરસિંહ ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ. ડી. પરમાર તેમજ રાજકોટ શહેરના DCP ઝોન-2 જગદીશ બાંગરવા તેમજ એ ડિવિઝનના પોલીસ અધિકારી સહિતના વિરુદ્ધ અલગથી ફરિયાદ દાખલ કરાવવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટના રીબડાના અમિત ખૂંટે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં તેણે એક સ્યૂસાઈડ નોટ લખી હતી જેમાં અનિરૂદ્ધસિંહ,રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો.હાલમાં આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓને પકડવા માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપીઓ વિરૂદ્ધ લૂક આઉટ નોટિસ
રાજકોટના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી વિરૂદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આરોપીઓ પોતાની ધરપકડથી બચવા દેશ છોડીને જતા રહ્યા હોવાનું અનુમાન છે. અનિરૂદ્ધસિંહ જાડેજા વગ ધરાવતો હોવાથી પોલીસ તેની ધરપકડ કરતી ના હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.