રાજકોટમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં આયોજકો ફરાર થઇ જતા મોટો વિવાદ થયો છે. રાજકોટમાં સમુહલગ્ન સમારંભમાં આયોજકો ફરાર થઇ જતા વરરાજા-વહુ અને જાનૈયાઓ રઝળી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
સમુહલગ્નમાં આયોજકો જ થઇ ગયા ફરાર
રાજકોટમાં માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ તૈયારીઓ થઇ ગઇ હતી અને સમુહલગ્ન માટે વરરાજા-વહુ અને જાનૈયાઓ લગ્નસ્થળે પહોંચી ગયા હતા. જોકે, સમુહલગ્નમાં કોઇ આયોજકો ના જોવા મળતા વિવાદ ઉભો થયો હતો.
બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આયોજકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.