
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકોટના ભાયાવદર ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠક માટે ચૂંટણી યોજાશે. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારીપત્રક ભર્યું છે.
ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા ભાજપ પક્ષમાંથી જાતે સસ્પેન્ડ થઈ ગયા અને કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું છે. ગત ધારાસભ્યની ચૂંટણી વખતે સી આર પાટીલ અમને કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી આવકારીયા હતા. ભાયાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોઈ નારાજ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અંતિમ સમયે ભાજપમાં ભડકો તો કોંગ્રેસમાં નારાજગી, જાણો શુું છે મામલો
વારંવાર સ્થાનિક જુના ભાજપના કાર્યકરો દ્વારા અમારું અપમાન કરાતા હોવા છતાં અમે પાર્ટીનું ઘણું કામ કર્યું હતું. સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોઈ નગરપાલિકા સ્થાનિક ચૂંટણીમાં પણ અમને દૂર રાખતા કંટાળી ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈને ઉમેદવારી નોંધાવી હતી. માટે અમને ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા અમે ભાજપ ને સસ્પેન્ડ કરી કોંગ્રેસ માંથી ફોર્મ ભર્યું છે. ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાયાવદરમાં અચાનક ભાજપમાં ભડકો થતા વાતાવરણ ગરમ બન્યું છે.
તો સામે ભાયાવદર મંડળ પ્રતિનિધિ ઇંદ્રવિજય સિંહ ચુડાસમાએ વળતો પ્રહાર કર્યો હતો કે, ભાયાવદર પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ રહી ચુક્યા છે ત્યારબાદ ભાજપમાં કાર્યકરો સાથે જોડાયા અને ભાજપ પ્રમુખ તરીકે 1 વરસ જેટલું શાસન કર્યું. નયન જીવાણી પક્ષને બ્લેક મેઈલ કરવાની કોશીશ કરી રહ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટ: માનવભક્ષી કુતરાએ બીજા બાળકને ફાળી ખાધું, ગરીબ પરિવારોમાં ચિત્કાર; તંત્રની હંમેશની જેમ ચુપ્પી
ઇંદ્રવિજય સિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે 71 ઉમેદવાર જેટલા ની પ્રતિનિધિ મંડળ સેન્સ લીધી હતી અને પાર્ટીએ ટિકિટ આપી છે. ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપી છે. નયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બદલાવતા હોઈ પહેલા રાજપા બસપામાં ગયા હતા પછી કોંગ્રેસમાં પછી ભાજપમાં જોડાયા અને હવે ફરી કોંગ્રેસમાં જોડાયા છે. તેમને પાર્ટીને બ્લેક મેઈલ કરવાનું કામ છે.
કોંગ્રેસ નેતા લલિત વસોયાએ જણાવ્યું કે, ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સુધરાઈ સદસ્ય સહિત 19 જેટલા કાર્યકરો વિધિવત ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાઈ અને ઉમેદવારી નોંધાવી હતી. ભાયાવદર ભાજપમાં જે આગેવાનો હતા એમાં 80 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાંથી પાર્ટી છોડી એટલે સ્વભાવિક રીતે આ તેમને પસંદ આવી નહિં માટે તેઓ આક્ષેપ કરી રહ્યા છે.