Home / Gujarat / Rajkot : Patidar leader Alpesh Kathiria's car attacked in Gondal

VIDEO: ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો, ગણેશ ગોંડલના સમર્થકોએ મચાવ્યો હોબાળો

ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગોડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર ગણેશ ગોંડલના સમર્થકોએ હુમલો કર્યો હતો. કારના કાચ પણ ફોડી નાખ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 ગોંડલમાં ફરી એક વાર  બે જુથો એકબીજાને હાકલા પડકારા કરતા સામસામે આવી ગયા છે. સુલતાનપુરમાં  ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓને પડકાર ફેંકતા તેના જવાબમાં જયરાજસિંહના ગઢ ગણાતા ગોંડલમાં અલ્પેશ કથીરીયાએ રવિવાર તા. 27ના આવી રહ્યા છે. આની જાણ તેણે ફેસબૂક પર અમે ગોંડલ આવી રહ્યા છીએ તેવી પોસ્ટ મુકીને કરી હતી.

  જીજ્ઞાાસા પટેલ સહિત પાટીદાર અગ્રણીઓ પણ આવી રહ્યા છે ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા ધ્યાને લઈને તંગદિલીને ટાળવા ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

Related News

Icon