ભારતે આતંકીઓના ઠેકાણા પર કરેલી સર્જીકલ સ્ટ્રાઈકથી લોકોમાં ઉત્સાહ છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના 9 ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા છે. ભારતીય આર્મી દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકથી લોકોએ ઉત્સાહિત છે. અને ભારતીય જવાનોના કાર્યને બિરદાવી રહ્યા છે. તો પાકિસ્તાનને સંદેશ આપી રહ્યા છે કે ભારત સામે નજર કરી તો ભારત છોડશે નહીં.
પાકિસ્તાનની મનોવૃતિ ખતમ કરી નાખીશુંઃ વજુભાઈ વાળા
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું કે, આ તો હજુ શરૂઆત છે. આતંકવાદને ખતમ કરીને જ રહેશે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપનાર સામે પણ કાર્યવાહી થશે. ભૂસાયેલા સિંદૂરનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર થયું છે.વિશ્વમાં મોટા ભાગના દેશો આતંકવાદના વિરુદ્ધ છે. પાકિસ્તાનની મનોવૃતિ ખતમ કરી નાખીશું. પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે હિન્દુસ્તાન સામે ટકી શકે. પીએમ જે બોલે છે એ કરે છે.
અમદાવાદ શહેરમાં પણ લોકોએ પાકિસ્તાન ઉપર થયેલી આ સ્ટ્રાઈકથી ખુશ થયા હતા. તેઓએ સેના સાથે પીએમ મોદીને પણ અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટમાં રહેલા મુસ્લિમ સમાજે પણ પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના ઠેકાણા પર થયેલી એરસ્ટ્રાઈક બાદ સૈન્યના વખાણ કર્યા હતા. જ્યારે પાકિસ્તાનને ચેતવણી આપતા લોકોએ કહ્યું કે ભારતને છંછેડશો નહીં, મૂંહતોડ જવાબ આપશે.
પહેલગામ આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને બદલો લઇ લીધો છે. Operation Sindoor હેઠળ કરવામાં આવેલા આ ઓપરેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ કહ્યું કે, દેશ માટે આ ગર્વની ક્ષણ છે.
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને POKમાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે. આ ઠેકાણાં પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.