
હજુ તો ઉનાળાની કાળઝાળ ગરમી એવી શરૂ નથી થઈ ત્યાં તો રાજ્યના વિવિધ શહેરોમાં પાણીની સમસ્યા અત્યારથી જ શરૂ થઈ છે. પાણીની સમસ્યા રાજકોટમાંપણ સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના રાજકોટની અંબિકા ટાઉનશીપમાં પાણીની સમસ્યાને લઈને લોકોએ સુત્રોચ્ચાર કર્યા હતા.
શહેરના વોર્ડ નંબર 11ના વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ
રાજકોટ શહેરના વોર્ડ નંબર 11ના વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. સોસાયટીઓમાં ઓછા ફોર્સથી પાણી આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અવારનવાર રજૂઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.સ્થાનિકોએ તંત્ર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે મજબૂરીમાં બહારથી ટેન્કર મંગાવીને પાણી વાપરવું પડે છે.