
રાજકોટમાં એક નામાંકિત ફાઈનાન્સર અને બિલ્ડરે આત્મહત્યા કરી છે. રાજકોટમાં રહેતા અને મૂળ ભંગડાના વતની બીશુભાઈ વાળાએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે સરધારના ભંગડા ગામે જાતે જ રિવોલ્વરથી ગોળી ધરબીને આપઘાત કર્યો છે. ત્યારે છેલ્લે થોડા સમયથી નર્વસ રહેતા અને બીમારીના કારણે કંટાળીને જીવન ટૂંકાવી લીધુ હોવાનું અનુમામ છે. બનાવના પગલે આજીડેમ પોલીસ મથકનો કાફલો તેમજ સરધાર પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયા હતા.