
રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝ વેમાં ઘણા સમયથી મસમોટા ગાબડા પડ્યા છે. ગઢાળાના ગ્રામજનોએ અનેક વખત પુલ રિપેરિંગ માટે રજૂઆત કરવા છતા કોઇ ઉકેલ ના આવતા ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શ કરવામાં આવ્યું હતું.
કોઝ વે રિપેર ના થતા ગ્રામજનોનો અનોખો વિરોધ
ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે કોઝ વે રિપેર ના થતા ઉપલેટા કોંગ્રેસ અને ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભગવાન શ્રીરામને લંકા જવા માટે સેવકોએ રામ નામના પથ્થર મુકી પુલ બનાવેલ તેવી રીતે શ્રીરામ નામ લખેલા પથ્થરો નદીમાં મુક્યા હતા.કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા કહ્યું કે, રામ નામ લખેલા પથ્થરથી જો લંકા જવા માટે પુલ બની જતો હોય તો ભગવાન હવે આ કોજ વે બનાવે તો ભલે નહીં તો આ ભ્રષ્ટાચારી તંત્ર ક્યારેય પુલ નહીં બનાવે.
આ સાથે જ 'રઘુપતિ રાઘવ રાજા રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન'ની રામધૂન બોલાવવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે ગઢાળા ગામનો કોઝ વે મંજુર થઇ ગયો હોવા છતા પણ તેને બનાવવામાં ના આવતા કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.