
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ. જેમાં રાજકોટ જીલ્લાના ધોરાજીમાં PSI તરીકે ફરજ બજાવતા પ્રતીક ગોહિલે માનવતાની જવાબદારી નિભાવી હતી. PSI પ્રતીક ગોહિલે મતદાન કરવા આવેલ વૃદ્ધ મહિલાને જાતે ઊંચકીને મતદાન બુથ સુધી લઈ ગયા હતા. PSI પ્રતીક ગોહિલે વૃદ્ધ મહિલાને મતદાન બુથ સુધી પહોંચાડીને પોલીસની ફરજ સાથે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.