
રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજ્યના રાજકોટના જસદણમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટના જસદણમાં 18 વર્ષિય કિશોરે આપઘાત કર્યો છે.
વિરનગર કોલેજના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
જસદણના વિરનગર ગામે કોલેજમાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય શિયાળ મંથને ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યુ હતું.
વિદ્યાર્થી અભ્યાસના ટેન્શનમાં રહેતા આપઘાત કર્યો હોવાનું અનુમાન
પ્રાથમિક મહિતી અનુસાર વિદ્યાર્થી અભ્યાસના ટેન્શનમાં રહેતા આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. આત્મહત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.