રાજકોટની સિવિલ હોસ્પિટલ હાલતા ને ચાલતા વિવાદમાં આવતી રહેતી હોય છે. તેવામાં ફરી એક વખત હોસ્પિટલનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થવા પામ્યો છે. દર્દીના સગા અમે તબીબ વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો સામે આવ્યો છે. દર્દીને હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાનો દર્દીના પરીવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. દર્દીના સગા અને તબીબ વચ્ચે બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો. વિડીયો વાઈરલ થતાં તંત્ર દ્વારા બચાવમાં કહેવામાં આવ્યું, "દર્દીએ તબીબના ટેબર ઉપર પગ મૂક્યો હોવાને કારણે બોલાચાલી થઈ હતી"`