
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાંથી વધુ એક બોગસ તબીબ ઝડ઼પાયો છે.
મેટોડા GIDC વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો
રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે. રાજકોટ ગ્રામીણ SOGની ટીમને બાતમી મળી હતી કે મેટોડા GIDCમાં છેલ્લા ઘણા સમયથી એક શખ્સ તબીબ બનીને લોકોની સારવાર કરે છે. SOGની ટીમે બાતમીના આધારે ક્લીનીક પર દરોડા પાડીને શખ્સો દબોચ્યો હતો.
આ પણ વાંચો દાહોદ જિલ્લામાં મનરેગામાં મંત્રીપુત્રએ 100 કરોડનો આચર્યો ભ્રષ્ટાચાર, સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ
સર્વોદય નામનું ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો
આ શખ્સ સર્વોદય નામનું ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આરોપીની ઓળખ સંજય દિનેશ ટીલાવત તરીકે થઈ છે. આ શખ્સની ધરપકડ કરીને જુદી જુદી એલોપેથીની ગોળીઓ, તબીબી સાધનો જપ્ત કર્યા હતા.