
રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની કોન્ટ્રાક્ટ એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે. સિક્સ લેન હાઈવેની કામગીરી દરમિયાન રસ્તા પર ઉપર ટ્રાફિકજામ અને ખાડાના કારણે વરાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એજન્સીને સપ્ટેમ્બર 2022માં 24 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરતે કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. જો કે હજુ સુધી રસ્તાનું કામ પૂર્ણ થયું નથી, જેના કારણે છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો હેરાન થઈ રહ્યાં છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હવે કોન્ટ્રાક્ટ એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે.