
રાજકોટ જિલ્લાના વિંછીયામાં આજે કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે વિંછીયામાં કોળી યુવાન ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા તેમજ પોલીસ દમન અને ન્યાય માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કોળી અને ઠાકોર સમાજ આજે શક્તિપ્રદર્શન યોજશે.
કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા સંમેલન બોલાવવામાં આવતું હોવાની ચર્ચા
તો બીજી તરફ કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા સંમેલન બોલાવવામાં આવતું હોવાની ચર્ચા સેવાઈ રહી છે.. સંમેલનને કારણે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
સંખ્યાબંધ પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે મહા સંમેલન
પ્રાથમિક માહિતી અનુસાર કોળી યુવાનની હત્યા બાદ સમાજના લોકો દ્વારા પરિવારને ન્યાય અપાવવા માટે અને કોળી અને ઠાકોર સમાજના સંખ્યાબંધ પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે મહા સંમેલન યોજાઈ રહ્યા હોવાનું સમાજના અગ્રણીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી રહ્યું છે.