
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યાછે. રાજકોટમાં બાળ મજૂરીના મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના અંદાજે ૨૦ સગીર બાળકોને ઇમિટેશન જ્વેલરીના કારખાનામાં કામ માટે લાવવામાં આવ્યા હોવાની શક્યતા છે.
મકાનમાં દરોડો પાડી બાળકોને મુક્ત કરાવ્યા
SOG, હ્યુમન ટ્રાફિક વિંગ અને સમાજ સુરક્ષા વિભાગે બેડી ચોકડી નજીક એક મકાનમાં દરોડો પાડી બાળકોને મુક્ત કરાવ્યા હતા. હાલ તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યું છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે બાળકોને લાવનાર ઠેકેદાર વિરુદ્ધ કડક પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.