
રાજકોટના ધોરાજીમાં લગ્નના માહોલમાં ભંગ પડ્યો હતો. લગ્ન પ્રસંગમાં મારા-મારીની ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે લગન્ના ફુલેકામાં નજીવી બાબતે ગેરસમજ થઈ હતી, ત્યારબાદ આ મામલો આટલે અટક્યો નહોતો તે પછી આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યાર બાદ સામ સામે મારામારી સર્જાઈ હતી.
છરી, ધોકા, પાઈપ અને દંડા ઉડ્યા
લગ્ન પ્રસંગમાં છરી, ધોકા, પાઈપ અને દંડા ઉડ્યા હતા. તો બીજી તરફ આ ધીંગાણામાં અનુ. જાતિ,અને દેવીપુજક સમાજના યુવકો બાખડ્યા હતા. મારા-મારીની ઘટનામાં ત્રણથી 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં કર્યા દાખલ
તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતા કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો અને તમામ મામલે તપાસ આદરી હતી. હાલ પોલીસ એ બાબત જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કઈ બાબતે આ ધીઁગાણુ સર્જાયું હતું.