
ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ-જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે જિલ્લાના પોલીસ વડાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ આઈસોલેટ છે. તો બીજી તરફ રાજકોટમાં વધુ 8 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજકોટ-જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહની તબિયત હાલ સ્વસ્થ છે.
197 એક્ટિવ કેસ
આમ 197 દર્દીઓ કોરોનાની હાલ સારવાર હેઠળ છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તરપશ્ચિમમાં સૌથી વધુ 61, પશ્ચિમ ઝોનમાં 53, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 37કેસ નોંધાયા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 44 વર્ષીય, 74 વર્ષીય પુરુષ અને 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. જેમાંથી 8 માસની બાળકી છેલ્લાં ચાર દિવસથી ઓક્સિજન હેઠળ છે.