
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતના રાજકોટમાં કોરોનાથી પહેલી વખત એક આધેડનું મોત થયું છે. છેલ્લા ચાર દિવસથી 55 વર્ષીય આધેડને કોરોનાના લક્ષણો દેખાયા હતા.
આધેડને ગઇકાલે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
આધેડને ગઇકાલે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હેસ્પિટલમાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું.દર્દી હાયપર ટેન્શનની બિમારીથી પણ પીડાતા હોવાનું તબીબે જણાવ્યું હતું.
રાજકોટમાં કોરોનાના વધુ 09 કેસ નોંધાયા
રાજકોટમાં કોરોનાના વધુ 09 કેસ નોંધાયા છે.જેમાં 6 પુરુષ અને 3 સ્ત્રીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 114 કેસ નોંધાયા છે.. જેમાંથી 61 દર્દી સાજા થયા છે અને 53 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. સૌથી રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કોઈ દર્દીનું મોત થયું નથી અને વધુ 624 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. અગાઉ રવિવારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોનાના કારણે 65 લોકો મોત થયા છે. 22 મે સુધી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 257 હતી. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ડેટાની વાત કરીએ તો, આ વર્ષે કુલ 6491 એક્ટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે 6861 દર્દીઓ સજા પણ થયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત કુલ 65 લોકોએ જીવ ગુમાવ્યો