
ગુજરાત રાજ્યના રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાણી વિક્રેતાઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અશુદ્ધ અને બીમારી ફેલાવે તેવું પાણી વેચતી 20 પેઢીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. તો બીજી તરફ પાણીના સેમ્પલ ચેકિંગમાં આ પાણી વિક્રેતાઓનું પાણી ફેલ થયું હતું. 39 કંપનીઓને પાણી વિતરણ પર પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.
અશુદ્ધ પાણી પીવાથી ઝાડા, ઊલટી જેવા પાણીજન્ય રોગો ફેલાવવાની પૂરે પૂરી શક્યતા
આરોગ્ય વિભાગે પાણીના નમૂનાઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પાણી પીવાથી ઝાડા, ઊલટી અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગો ફેલાવવાની પૂરે પૂરી શક્યતા છે.
20 બરફની ફેક્ટરીઓને ફટકારી નોટિસ
સાથે સાથે આરોગ્ય વિભાગે 20 બરફની ફેક્ટરીઓ અને પાણીના જગ વિક્રેતાઓ પાસેથી નમૂનાઓ લઈને તપાસ હાથ ધરી હતી. જેમાં અશુદ્ધ પાણીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું.