
Rajkot news: સરધાર ભૂપગઢ રોડ પાસે ગત શનિવારે 2 કાર વચ્ચે અકસ્માતની દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં અલ્ટો કાર અને હોન્ડા સિટી 2 કાર સામે સામે અથડાવાને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત બાદ આજી ડેમ પોલીસે ગોપાલ સભાડ નામના આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ પાસે સરધાર ભૂપગઢ રોડ પર શનિવારે બપોરના સુમારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યકિતના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં બે બાળક સહિત ચારનાં મોત નિપજયા હતા. આ અકસ્માત બાદ હોન્ડાસિટી કારચાલક ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો.