
રાજકોટમાં મહિલા તબીબના આપઘાતના કેસમાં બાલાજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. અંકુર સિનોજિયાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મૃતક મહિલા તબીબ અઢી વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં અને રાજીખુશીથી કામ કરતાં હતાં.
હોસ્પિટલના સ્ટાફ સાથે પણ હળીમળીને રહેતા હતાં
તેઓ હોસ્પિટલના સ્ટાફ સાથે પણ હળીમળીને રહેતા હતાં. ડૉ. સિનોજિયાએ આ ઘટનાને હોસ્પિટલ માટે દુઃખદ ગણાવી અને જણાવ્યું કે મહિલા તબીબની સારવાર હોસ્પિટલમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે પોલીસ તપાસમાં પૂરો સહયોગ આપવાની વાત પણ કરી.
મહિલા તબીબનું મોત થતા પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું
તારીખ 21ના રોજ મહિલા તબીબે બાલાજી હોસ્પિટલમાં એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવર ડોઝ લીધો હતો.તેમને ઓવરડોઝ લેતા તાત્કાલિક બાલાજી હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન મહિલા તબીબનું મોત થયું હતું મહિલા તબીબનું મોત થતા પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે.