
રાજ્યના વિંછીયા થોરીયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યાના મામલામાં મુખ્ય સુત્રધાર પોલીસની પકડમાં આવી ગયો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અને રાજકોટ S.P. દ્વારા પરિવારના સભ્યોને બાંહેધરી આપી
આ હત્યા મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર અને રાજકોટ S.P. દ્વારા પરિવારના સભ્યોને બાંહેધરી આપી હતી કે પાંચ દિવસની અંદર તમારી તમામ માંગો પૂર્ણ કરવામાં આવશે. પોલીસે આ હત્યાની ગંભીર નોંધ લઈને તમામ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસે ટીમ બનાવીને મુખ્ય આરોપીને સાયલાથી દબોચ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: ઇન્ટરનેશનલ ફ્લાવરશો 2025ની આજથી શરૂઆત, કેનોપીની, ફલાવર વેલી બનશે આકર્ષણનું કેન્દ્ર
પોલીસે 4 આરોપીઓની અગાઉ ધરપકડ કરી
આ ઘટનામાં પોલીસે 4 આરોપીઓની અગાઉ ધરપકડ કરી ચૂકી હતી. રાજકોટ SOG અને LCB ટીમે મુખ્ય આરોપી શેખા ગભરૂ સાંબડની ધરપકડ કરી હતી. છેલ્લા પાંચ દિવસથી હત્યાનો મુખ્ય સુત્રધાર સતત નાસતો ફરતો હતો. આખરે તે પોલીસના સંકજામાં આવ્યો હતો.