
રાજકોટમાંથી સભ્ય સમાજને શર્મસાર કરે તેવી કરતૂત સામે આવી છે. રાજકોટમાં યુવાને પોતાની પત્ની પર બે ભાણેજ અને તેના મિત્ર સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
પત્ની પર બે ભાણેજ અને તેના મિત્ર સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું
દુષ્કર્મ બાદ તમામ આરોપીઓએ પરણિતાને પટ્ટા અને પાઇપ વડે નિર્દયતા પુર્વક ફટકારી હતી. જેનો વીડિયો પણ હેવાન પતિએ ઉતાર્યો હતો. યુવતીને ગંભીર હાલતમાં રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ તેની સારવાર હાથ ધરવામાં આવી છે.
૨૨ વર્ષીય યુવતીએ ત્રણ વર્ષ પહેલાં જ આ યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા
૨૨ વર્ષીય યુવતીએ ત્રણ વર્ષ પહેલાં જ આ યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવક અને યુવતીને એક પુત્રી પણ છે. તાલુકા પોલીસે યુવતીની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદને પગલે પોલીસે આરોપીઓની શોધખોળ આદરી છે.