RAJKOT: જસદણના જુની નગરપાલિકા પાસે આવેલ મેલડી માતાજીના મંદિરમાં ચોર ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સ્મશાનમાં(મોક્ષધામમાં) આવેલ મેલડી માતાજીના મંદિરે ચોરી થઇ હતી ત્યારબાદ આજે જુની નગરપાલિકા પાસે આવેલ મેલડી માતા મંદિરમાં માતાજીના હાર ચોરી કરતા સીસીટીવી કેમેરામાં ચોર કેદ થયો છે
અને એક સપ્તાહમાં જસદણના બીજા મંદિરમાં ચોરી થતાં લોકો તરેહ તરેહની ચર્ચાઓ કરવા લાગ્યા છે. ચોર ઉપર ભક્તો ફીટકાર વરસાવી રહ્યા છે. ચોર માતાજીના મંદિરો પણ છોડતા નથી. આ મેલડી માતાજીના મંદિરે ચોરી થતાં જસદણ પોલીસ સ્ટેશન ખાતે આગેવાનોએ ફરિયાદ નોંધાવી છે.