
Rajkot News : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નાના મહિકા ગામમાં મોટી કરૂણ ઘટના ઘટી છે, જેમાં કુંવામાં પડી જતા બે પરપ્રાંતિય બાળકોના મોત થયા છે. આ બંને બાળકો સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી એક પરિવાર ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે વાડીમાં મજૂરીકામ કરવા આવ્યો હતો. ધીરૂભાઈ પોપટભાઈ વેકરીયાની વાડીએ આ શ્રમિક પરિવારના બે બાળકો 60 ફુટ ઉંડા કુંવામાં પડી ગયા હતા. આ ઘટનામાં રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.વ.4 અને અશ્વિન ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.વ.2 બંને બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા.
ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર સ્ટાફે આ બંને બાળકોના મૃતદેહને વહાર કાઢ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.