Home / Gujarat / Rajkot : VIDEO: BJP leader Narendra Rathod threatens fast due to bad roads

VIDEO: ખરાબ રસ્તાઓને લીધે ભાજપ નેતા નરેન્દ્ર રાઠાડો જ ઉપવાસ આંદોલનની ચીમકી આપી

VIDEO: રાજકોટ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ બાદ જે રીતે રોડ-રસ્તાની સ્થિતિ કથળી છે તેને લઈ બીજું કોઈ નહિ પરંતુ ભાજપના નેતાએ જ ભારે વિરોધ કર્યો છે. સત્તા પક્ષ ભાજપના જ અગ્રણી નેતા એવા નરેન્દ્ર રાઠાડો રોડ-રસ્તાના સમારકામ નહિ થાય તો ઉપવાસની ચીમકી આપી છે. વિપક્ષ વિરોધ કરે તે પહેલા ભાજપના નેતાએ ઉપવાસ આંદોલનની ચીમકીથી વિપક્ષને પણ મુદ્દો મળી ગયો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકોટમાં વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તાઓનું ધોવાણ અને ખાડા પડી જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે. કણકોટ તરફ જતા બિસ્માર રસ્તો સમારકામ નહિ થાય તો રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણી નેતા નરેન્દ્ર રાઠોડે ઉપવાસ આંદોલન કરવાની જાહેરમાં ચીમકી આપી છે. જેથી મનપા તંત્ર અને સત્તા પક્ષે પણ આ ચીમકીને ગંભીરતાથી લેવાનો હવે સમય આવી ગયો છે. 

Related News

Icon