રાજ્યમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક બેફામ સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં 3 લોકોના મોત નીપજ્યાંની ઘટના બની છે.
લોકોમાં ભારે રોષ ફેલાયો
જોકે ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
બસની અડફેટે કુલ 6 લોકો આવ્યા
આ દુર્ઘટના કેકેવી ચોક વિસ્તારમાં બની હતી. બસની અડફેટે કુલ 6 લોકો આવ્યાની જાણકારી મળી રહી છે જેમાંથી ત્રણના મૃત્યુ પામી ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતને પગલે સ્થાનિક અને રાહદારીઓની ભીડ એકઠી થઈ ગઇ હતી.વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.