રાજકોટના ગોંડલમાં ગુમ થયેલ જાટ યુવકના શંકાસ્પદ મોત મામલે નવા સીસીટીવી આવ્યા છે.સીસીટીવી યુવાનની મૃત્યુ પહેલાના હોવાનું સામે આવ્યું છે. યુવાન નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટના રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો.સમગ્ર કેસમાં યુવકના પરિવારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર વિરુદ્ધ હત્યાના આક્ષેપ કર્યાં છે.
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે નવો વળાંક
ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં ગોંડલના પીઆઈ ગોસ્વામીએ શું પરિવારથી હકીકત છુપાવી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. યુવકનો મૃતદેહ 4 માર્ચથી પડ્યો હોવાની જાણ હોવા છતાં માહિતી પોલીસે પરિવારથી છુપાવાઈ હોવાનુ સામે આવ્યુ છે. મૃતકના પિતા હાઇકોર્ટ જવા નીકળ્યાની જાણ થતા પીઆઈ ગોસ્વામી મૃતકના ઘરે પહોંચી મૃતદેહ સિવિલમાં છે તેવી જાણ કરી હતી.
ગોસ્વામી મૃતકના ઘરે પહોંચી મૃતદેહ સિવિલમાં છે તેવી જાણ કરી હતી. પીઆઈ દ્વારા જાણકારી છુપાવવા આવતા તેઓ શંકાના દાયરામાં ઘેરાયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર યુવકનો પીએમના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, રાજકુમારના શરીરમાં ઇજાના 48 નિશાન હતા. યુવકનું મોત બોથડ પદાર્થના ઘા અને બ્લન્ટ હાર્ટએટેકથી મૃત્યુ થયું છે તેવુ પીએમ રિપોર્ટમા સામે આવ્યુ છે.ત્યારે સવાલ થાય કે શું કાયદો વ્યવસ્થા ગોંડલના બાહુબલી અને પૂર્વ ધારાસભ્ય ઘૂંટણિયે પડી ગઈ છે કે શું?