VIDEO: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત્ છે. ત્યારે આજે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ખોખડદળ ગામમાં રખડતી ગાયે એક મહિલાને ટક્કર મારી હતી. મહિલા રસ્તે ઊભી હતી ત્યારે ગાયે મહિલાને અડફેટે લેતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ હોય અમદાવાદ હોય કે અન્ય શહેરો હોય પરંતુ રસ્તામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત્ છે. ક્યારે રખડતા પશુ બાળકને અડફેટે લેતા હોય તો ક્યારે વૃદ્ધને તો ક્યારે સ્કૂલે જતા વિદ્યાર્થીને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારતા હોય છે. આવી જ ઘટના બની રાજકોટ ગ્રામ્ય ખોખડદળ ગામે જ્યાં એક મહિલા રસ્તામાં ઊભી રહી હતી ત્યારે એક ગાયે તેને ઢીંક મારી હતી. જે અંગેનો સીસીટીવી પણ સામે આવ્યા છે.