જાણિતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીને ખૂબ જ કડવો અનુભવ થયો હતો..જે અંગેનો વીડિયો પણ તેમણે શેર કર્યો હતો.તેમણે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર મોડાં આવે છે જેના કારણે દર્દીઓને ભારે પરેશાની વેઠવી પડે છે. ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલ છબી ખરડાઈ તેવી કામગીરી હોસ્પિટલમાં થઈ રહી છે. હકાભા ગઢવી તેમની બહેનના અકસ્માત થતાં સિટી સ્કેન દરમિયાન થયેલાં કડવાં અનુભવો જણાવ્યા હતા.