દ્વારિકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ હતું કે, કોઇપણ વ્યક્તિ અમારા દેવી દેવતાઓનું અપમાન નહિ કરી શકે, પછી એ એક્ટર હોય કે ડિરેક્ટર. કોઇપણ ફિલ્મમાં દેવી દેવતાનું અપમાન સહન નહિ થાય. 'મહારાજા' ફિલ્મમાં શ્રીનાથજી ભગવાન દ્વારિકાધીશ ભગવાનનું ચિત્ર ઉપયોગ કરીને ખોટી હરકત કરાઇ છે. જેની વિરુદ્ધ સનાતન ધર્મ સંસ્થા વિરોધમાં ઠરાવ કરે છે, કેટલાક સનાતન ધર્મની જ પાંખ પોતાની અજ્ઞાનતાને કારણે દેવી દેવતાનું અપમાન કરી રહ્યા છે. હવે તે નહિ ચાલે. આ સંગઠન થકી નેતૃત્વ અને નેતા બંન્ને છે જેઓ આનો વિરોધ કરશે.

