પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી હતી. ટેકઓફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું.
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ કરતી વખતે જ ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.
તો બીજી તરફ વિજયભાઈ રૂપાણીના પાડોશીઓનું નિવેદન સામે આવ્યું છે, જેમાં પ્લેન ક્રેશના સમાચારથી અમે ચિંતિત છીએ. પાડોશી ડો. નયનભાઈ શાહનું નિવેદન સામે આવ્યું છે. જેમાં એમણે કહ્યું કે વિજયભાઈના પત્ની લંડન ગયા છે, તેમના દીકરી ત્યાં રહે છે ,વિજય ભાઈ અને અંજલિબેન પરત સાથે આવવાના હતા,અન્ય એક પડોશીએ કહ્યું મારો દીકરો ગાંધીનગર રહે છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવા નીકળ્યા છે.