જેતપુરના નવાગઢ નેશનલ હાઈવે પાસે આવેલ અંબિકા ઈન્ડસ્ટ્રીના સાડી યુનિટ અને મશીનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી.ભીષણ આગના કારણે ધુમાળાના ગોટે-ગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગતા રો મટીરીયલ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની શંકા છે..આગનું કારણ જાણી શકાયું નથી.